વૅટમાં નજીવો ઘટાડો એ લોકો સાથે ગંભીર મજાક : ફડણવીસ

મુંબઈ, તા. 22 : મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પરના વૅટમાં કરાયેલો ઘટાડો પૂરતો નથી અને લોકો સાથે મજાક કરવામાં આવી છે. દેશના જીડીપીમાં રાજ્યનો હિસ્સો 15 ટકા છે. કેન્દ્ર સરકાર રૂા. 2,20,000 કરોડનો બોજો સહન કરી રહી હોય તો રાજ્ય સરકારે તેના દસ ટકા બોજો સહન કરવો જોઈએ, એમ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
``લોકોની ગંભીર મજાક ઉડાવવામાં આવી છે, રાજ્ય સરકારે મોટું હૃદય રાખવું જોઈએ'' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer