બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ તૃણમૂલમાં જોડાયા

નવી દિલ્હી, તા.22: પશ્વિમ બંગાળમાં ગત વિધાનસભા ચૂંટણી બાદથી ભાજપ માટે કંઈપણ સારું થઈ રહ્યું ન હતું. ભાજપના ઘણા નેતા પાર્ટીનો સાથ છોડીને ટીએમસીના થઈ ચૂકયા છે. આ કડીમાં આજે રવિવારે વધુ એક મોટા નેતાનું નામ સામેલ થઈ ગયું છે. રાજ્યમાં ભાજપના ઉપાધ્યક્ષ અને સંસદ સભ્ય અર્જુનાસિંહ પાર્ટીથી નારાજ હોવાથી ટીએમસી સાથે જોડાયા છે. તમને જણાવી દઇએ આ પહેલાં અર્જુનાસિંહે નિવેદન જાહેર કરી કહ્યું હતું કે સંગઠનમાં એક વરિષ્ઠ પદ પર રહેવા છતાં તેમને પ્રદેશ નેતૃત્વ યોગ્ય રીતે કામ કરવાની પરવાનગી આપી રહ્યું નથી.  
પશ્વિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ અર્જુનાસિંહે સંગઠનમાં એક વરિષ્ઠ પદ પર રહેવા છતાં તેમણે યોગ્ય રીતે કામ ન કરવા દેવાની પરવાનગી ન આપવાની વાત કહી છે. તેમણે રાજ્યમાં ભાજપનાં નેતૃત્વને લઈને સવાલ ઉઠાવ્યા છે. સૂત્રોએ કહ્યું કે તેમણે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં જોડાવવાની સંભાવના છે.  
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer