દેશમાં કોરોનાના નવા 2226 સંક્રમિતો સામે આંશિક ઘટાડો

સક્રિય દર્દીઓની સંખ્યા કુલ 14,000ની ઉપર
નવી દિલ્હી, તા. 22 : દેશમાં ગઈકાલની સરખામણીએ આજે રવિવારે કોવિડના કેસોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2226 નવા કેસો સામે આવ્યા છે. ગઈકાલે કોરોનાના 2323 નવા કેસ નોંધાયા હતા. એ રીતે જોવામાં આવે તો આજે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવામાં આવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 14,000થી વધુ છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં ચેપથી 2202 લોકો ઠીક થયા છે, જે પછી કોરોનાથી અત્યાર સુધીમાં સ્વસ્થ થનારા લોકોની કુલ સંખ્યા 4,25,97,003 થઈ ગઈ છે. જ્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ જણાવ્યું કે,  દેશમાં શનિવારે કોરોના વાયરસ માટેના 4,42,681 પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જે પછી દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે 84.67 કરોડ સુધી પહોંચી ગયો છે.
નોંધનીય છે કે, દેશમાં ઓગસ્ટ, 2020ના કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 30 લાખ અને નવેમ્બર-2020ના 90 લાખ પાર થઈ હતી.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer