ક્વાડ સમિટ માટે વડા પ્રધાન જાપાન રવાના

ક્વાડ સમિટ માટે વડા પ્રધાન જાપાન રવાના
અમેરિકા, જાપાન અને અૉસ્ટ્રેલિયા સાથેની મૈત્રી વધુ મજબૂત થશે : મોદી
નવી દિલ્હી, તા. 22: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે જાપાનમાં ક્વાડ નેતાઓની બેઠકમાં દેશના નેતાઓના સમૂહ દ્વારા ઉઠાવવામાં આવેલાં પગલાથી થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની તક મળશે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, આ વાર્તાથી હિન્દ પ્રશાંત ક્ષેત્રના ઘટનાક્રમો સાથે પરસ્પરનાં હિત સાથે જોડાયેલા વૈશ્વિક મુદ્દા ઉપર વિચારની આપ લે કરવાની તક પણ મળશે. જાપાનના બે દિવસના પ્રવાસ ઉપર રવાના થતા પહેલા મોદીએ એક નિવેદન જારી કરતા કહ્યું હતું કે, યાત્રા દરમિયાન તે અમેરિકાના પ્રમુખ જો બાયડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. જેમાં બન્ને નેતા દ્વીપક્ષીય સંબંધોને વધારે મજબૂત બનાવવાના ઉપાય ઉપર ચર્ચા કરશે. 
મોદીએ કહ્યું હતું કે, તેઓ ક્ષેત્રીય ઘટનાક્રમ અને સમસામયિક વૈશ્વિક મુદ્દે પણ સંવાદ જારી રાખશે. ટોક્યોની યાત્રા દરમિયાન ભારત-જાપાન વિશેષણ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવાના હેતુથી વાતચીતને જારી રાખવાની આશા છે. આ બેઠકમાં ચાર ક્વાડ દેશોના નેતાઓને નિર્ણયોની સમીક્ષા કરવાની તક મળશે.  હિન્દ પ્રશાંત ક્ષેત્રના ઘટનાક્રમ અને આપસી હિત સંબંધિત વૈશ્વિક મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.  મોદીએ એમ પણ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ પહેલી વખત ક્વાડ નેતાઓની શિખર વાર્તામાં ભાગ લેશે. તેઓ સાથે દ્વિપક્ષીય બેઠકને લઈને પોતે ઉત્સાહિત છે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer