અમિતાભ બચ્ચન જેવા દેખાતા અફઘાન શરણાર્થીની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ

અમિતાભ બચ્ચન જેવા દેખાતા અફઘાન શરણાર્થીની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ
જાણીતા ફોટોગ્રાફર સ્ટિવ કૅનીએ અફઘાન શરણાર્થીની જે તસવીર મૂકી છે તે ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે કેમ કે તે અદ્લ અમિતાભ બચ્ચન જેવો દેખાય છે. 2018માં આવેલી ફિલ્મ ઠગ્સ અૉફ હિન્દુસ્તાનમાં અમિતાભનો જે લૂક હતો તેવો જ લૂક આ શરણાર્થી ધરાવે છે. સ્ટિવ મેકનીએ સોશિયલ મીડિયા પર શરણાર્થી શાબુઝની તસવીર મૂકી છે તે અમિતાભ માટે નહીં, પરંતુ અફઘાનિસ્તાનમાં ઉદ્વેલી માનવતાવાદી કટોકટીને વિશ્વ સમક્ષ મૂકવા માટે મૂકી છે. સ્ટિવની આ તસવીરે જોઈને નેટઝન્સમાં ચર્ચા શરૂ થઈ છે કેમ કે શાબુઝનો દેખાવ અમિતાભ જેવો છે અને શકય છે તેમની આગામી ફિલ્મનો આ લૂક હોઈ શકે. 
સ્ટિવે તસવીર મૂકીને લખ્યું છે, પાકિસ્તાનમાં રહેતા અફઘાન શરર્ણાથી શાબુઝની આ તસવીર આપણને વિશ્વભરમાં રહેલા લાખો શરણાર્થીની યાદ અપાવે છે. દુનિયાભરમાં અભૂતપૂર્વ માનવતાવાદી કટોકટી ઊભી થઈ છે અને તે કારણે કરોડો લોકો વિસ્થાપિત થઈ ગયા છે. અકારણ આવી કરુણ સ્થિતિમાં મૂકાયેલા આ લોકોને સહકાર આપવા આપણે બમણા પ્રયાસો કરવા જોઈએ. 
સ્ટિવની તસવીરને એક દિવસમાં 78 હજાર લાઈક્સ મળી છે. જોકે, કેટલાક સિનેપ્રેમીઓએ તેને બિગ બી સાથે સરખાવી તેની કમેન્ટ્સ કરી છે.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer