રણજી ફાઈનલ : મુંબઈ 248/5

રણજી ફાઈનલ : મુંબઈ 248/5
મુંબઈની શાનદાર શરૂઆત બાદ મ.પ્ર.નો પ્રતિકાર
બેંગ્લુરુ, તા.22 : રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ અને મુંબઈ વચ્ચે અહીંના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરુ થયેલા ફાઈનલ મુકાબલામાં મુંબઈની ટીમે ટોસ જીતીને દાવ લીધા બાદ પહેલા દિવસના અંતે નિર્ધારિત 90 ઓવરમાં 5 વિકેટે 248 રન બનાવ્યા હતા. મુલાણી 12 અને સરફરાઝ ખાન 40 રને અણનમ રહયા છે. મુંબઈએ શાનદાર શરુઆત કર્યા બાદ મધ્યપ્રદેશે પાંચ વિકેટ ખેડવી મેચમાં પુનરાગમન કર્યું હતું.
મુંબઈવતી સુકાની પૃથ્વી શૉ એ 47, યશસ્વી જયસ્વાલે 78, અરમાન જાફરે 26 તથા સુવેદ પારકરે 18 રન બનાવ્યા હતા. વિકેટ કીપર હાર્દિક તામોરે 24 રને આઉટ થયો હતો. પૃથ્વી અને યશસ્વીએ ટીમને શાનદાર શરુઆત અપાવી હતી. 87 રનના સ્કોરે પૃથ્વીની પહેલી વિકેટ પડી હતી. મધ્યપ્રદેશ વતી અગ્રવાલ તથા જૈને ર-ર અને કાર્તિકેયે એક વિકેટ ઝડપી હતી.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust