ઘાટકોપરમાં નિવૃત્ત હોમ ગાર્ડે આત્મહત્યા કરી

મુંબઈ, તા. 22 (પીટીઆઇ) : ઘાટકોપર પૂર્વમાં બુધવારે એમ જી રોડ સ્થિત કૈલાશ રિજન્સી ઇમારતમાંના ઘરની બહાર સવારે પોતાની પરવાનાધારક રિવોલ્વર વડે નિવૃત્ત હોમ ગાર્ડ અધિકારી રમેશ મગનલાલ સંઘવી (87)એ આત્મહત્યા કરી હોવાનું તિળકનગર પોલીસે જણાવ્યું હતું.  સંઘવી ઘરમાંથી મોર્નિંગ વોક માટે બહાર ગયા હતા અને ત્યારબાદ પોતાને ઇમારતના પરિસરમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ બીમારીથી કંટાળી ગયા છે અને જીવનનો અંત લાવી રહ્યા છીએ, એમ અધિકારીએ જણાવ્યું હતું. સંઘવીના પુત્ર ગૌરાંગ (55)એ પોલીસને જણાવ્યું હતું કે મારા પિતા ડાયાબિટીઝ અને હરનિયા જેવી બીમારીથી પીડિત હતા.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer