નવી દિલ્હી, તા. 22: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઇડીને અરજી કરી છે કે પૂછપરછ માટેની તારીખને અમુક અઠવાડિયા માટે લંબાવવામાં આવે. કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીને કોરોના અને ફેફસાંમાં સંક્રમણનાં કારણે હોસ્પિટલમાં ભરતી થયા બાદ તબીબોએ ઘરે આરામ કરવાની સલાહ આપી છે. તેવામાં સોનિયા ગાંધીએ ઇડીને પત્ર લખીને કહ્યું છે કે પૂરી રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી ઈડીની પૂછપરછની તારીખને લંબાવવામાં આવે. ઈડીએ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ સંબંધિત કેસમાં 23 જૂનનું સમન આપ્યું છે.
Published on: Thu, 23 Jun 2022