આ વર્ષે 7.5 ટકાના વિકાસદરની આશા

બ્રિક્સના ઉદઘાટન સમારોહમાં વડા પ્રધાનનું સંબોધન 
નવી દિલ્હી, તા. 22 : બ્રિક્સ વ્યાપાર મંચના ઉદ્ઘાટન સમારોહ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મહામારીથી ઉત્પન્ન આર્થિક સમસ્યાઓનો સામનો કરવા માટે અમે ભારતમાં રિફોર્મ (સુધારો), પરફોર્મ (દેખાવ), ટ્રાન્સફોર્મ (પરિવર્તન)નો મંત્ર અપનાવાયો અને આ દૃષ્ટિથી પરિણામ ભારતીય અર્થતંત્રના દેખાવથી સ્પષ્ટ છે. આ વર્ષે આપણે 7.5 ટકાના વિકાસદરની આશા કરી રહ્યા છીએ, જે સૌથી ઝડપી મુખ્ય અર્થતંત્ર બનાવે છે. તેમણે કહ્યું કે, બ્રિક્સ બિઝનેશ ફોરમ આપણા સ્ટાર્ટઅપના આદાનપ્રદાન માટે એક પ્લેટફોર્મ વિકસિત કરે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે જ્યારે સમગ્ર દેશ કોવિડ પછીના સમયના સુધારા પર ધ્યાન આપી રહ્યો છે ત્યારે બ્રિક્સ દેશોની ભૂમિકા એકવાર ફરી બહુ મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યંy કે, બ્રિક્સની સ્થાપના એ વિશ્વાસ સાથે થઈ કે, ઉભરતા અર્થતંત્રનું આ જૂથ વૈશ્વિક વિકાસના ઈન્જિનના રૂપમાં ઉભરી શકે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, `આપણે અવકાશ, બ્લુ ઈકોનોમી, ગ્રીન હાઈડ્રોજન, ડ્રોન્સ જેવા અનેક ક્ષેત્રોમાં ફ્રેન્ડલી પોલીસી બનાવી છે. આજે ભારતમાં સંશોધન માટે વિશ્વની સૌથી ઉત્તમ ઈકો સિસ્ટમ છે, જે ભારતીય સ્ટાર્ટઅપની વધતી સંખ્યામાં દેખાય છે. `ન્યુ ઈન્ડિયા'માં દરેક સેક્ટરમાં બદલાવ દેખાય છે.'
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer