ભારતીય મૂળનાં આરતી પ્રભાકર અમેરિકાના વૈજ્ઞાનિક સલાહકર તરીકે નોમિનેટ

ભારતીય મૂળનાં આરતી પ્રભાકર અમેરિકાના વૈજ્ઞાનિક સલાહકર તરીકે નોમિનેટ
વોશિંગ્ટન, તા. 22: અમેરિકી પ્રમુખ જો બાયડને ભારતીય મૂળનાં અમેરિકી વૈજ્ઞાનિક ડો. આરતી પ્રભાકરને દેશના વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ કાર્યાયલના ડાયરેક્ટરનાં રૂપમાં નિયુક્ત કર્યાં છે. બાઇડનના પ્રસ્તાવને મંજૂરી મળશે તો ઓએસટીપીના ડાયરેક્ટરનું પદ સંભાળનારાં ડો. આરતી પ્રભાકર પહેલાં મહિલા વૈજ્ઞાનિક બનશે. 
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ડો. પ્રભાકર ખૂબ જ વિદ્વાન અને સન્માનિત એન્જિનિયર અને ભૌતિક વૈજ્ઞાની છે. તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો લાભ ઉઠાવીને અલગ અલગ ક્ષેત્રમાં સંભાવનાઓનો વિસ્તાર કરવામાં અને તમામ પડકારોનો ઉકેલ લાવવા અને અસંભવને સંભવ બનાવવા માટે ઓએસટીપીનું નેતૃત્વ કરશે. બાઇડને કહ્યું હતું કે, તેઓ પ્રભાકરના વિશ્વાસથી સહમત છે કે અમેરિકા પાસે દુનિયાની અત્યારસુધીની સૌથી શક્તિશાળી મશીનરી છે. 
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer