મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવા તૈયાર છું : ઉદ્ધવ

મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવા તૈયાર છું : ઉદ્ધવ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મારું રાજીનામું માગનારા શા માટે સુરતમાં જઈને બોલે છે? તેઓ મારી સામે આવીને કેમ કહેતા નથી? મને હોદ્દાનો મોહ નથી. જો તેઓ મારી સામે આવીને કહે તો હું શિવસેનાનું પ્રમુખપદ છોડી દેવા તૈયાર છું. હું બાળ ઠાકરેનો પુત્ર છું, મને કોઈ મોહ નથી, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરીકોને ઓનલાઈન 17 મિનિટ સુધી સંબોધતા જણાવ્યું હતું.
મારી આજે સવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર અને કૉંગ્રેસના નેતા કમલનાથ સાથે ચર્ચા શરૂ થઈ છે. કૉંગ્રેસ અથવા રાષ્ટ્રવાદી તેઓ બંને અલગ રાજકીય પક્ષ છે. તેઓ મને મુખ્ય પ્રધાનપદેથી હટાવવાની માગણી કરે તે સમજી શકાય. પરંતુ મારા જ પક્ષમાંથી મને મુખ્ય પ્રધાનપદેથી હટાવવાની માગણી થાય છે તે બાબત આશ્ચર્ય, આંચકો અને દુ:ખ આપનારી છે.
એક કઠિયારો એ વૃક્ષના થડને કાપવાની શરૂઆત કરી તેથી તેની ડાળીઓ ઉપર બેસેલા પંખીઓ ડરથી ફફડી ઉઠયા હતા. તેથી પંખીઓએ વૃક્ષને કયું થડ કાપવાથી તમને ઘણી તકલીફ થતી હશે. ત્યારે વૃક્ષે ઉત્તર આપ્યો કે કુહાડીનો દાંડો જે લાકડામાંથી બનેલો છે. તે મારા થડમાંથી જ બનેલો છે. મારા ઉપર ઘા કરવામાં તેનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનું દુ:ખ વધારે છે, એમ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેનું નામ લીધા વિના ઉમેર્યું હતું. 
ઉદ્ધવ ઠાકરેએ પોતાના વક્તવ્યમાં શિવસેનાએ હિન્દુત્વની વિચારધારાને છોડી નથી. શિવસેના અને હિન્દુત્વ એકમેકમાં વણાઈ ગયેલા છે.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer