નવી દિલ્હી, તા. 23 : કેન્દ્ર સરકારની `અગ્નિપથ' યોજનાનો વિરોધ એટલો વધી ગયો કે, દેશમાં અનેક સ્થળે આગજનીની ઘટના જોવા મળી હતી. વિરોધની આ આગમાં સૌથી વધુ નુકસાન રેલવેને થયું હતું. પ્રદર્શનકારીઓએ રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડયું અને ડઝનબંધ ટ્રેનોમાં આગ લગાડવામાં આવી હતી.
રેલવેએ આ ઘટના સંબંધે જણાવ્યું કે, તેમને ચાર દિવસના પ્રદર્શનમાં જ 700 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઇ ચૂક્યું છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોએ' અત્યાર સુધી રેલવેની જેટલી સંપત્તિ ફૂંકી મારવામાં આવી છે, એટલી સંપત્તિનું નુકસાન તો રેલવેને એક દાયકામાં પણ નહોતું થયું. અગ્નિપથના વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી રેલવેને એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. જ્યારે એક દાયકામાં સવા ચારસો કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું.
દેશમાં વિરોધ પ્રદર્શન હોય કે કોઇ?આંદોલન હોય, પ્રદર્શનકારી અવારનવાર રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડે છે. એ પહેલાં આ વર્ષે જાન્યુઆરીમાં આરઆરબી-એનટીપીસી પરીક્ષાના પરિણામને લઇને પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એ સમયે પણ રેલવેની કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
Published on: Fri, 24 Jun 2022
અગ્નિપથ સામેના દેખાવોથી રેલવેને રૂા. 700 કરોડથી વધુનું નુક્સાન
