કેસ તો બનતા હી હૈમાં અનિલ કપૂર પર મુકાશે આરોપ

કેસ તો બનતા હી હૈમાં અનિલ કપૂર પર મુકાશે આરોપ
એમેઝોન મિનિ ટીવીના કોર્ટરૂમ કૉમેડી ડ્રામા કેસ તો બનતા હી હૈના પ્રથમ એપિસોડને ઉત્સફુર્ત પ્રતિસાદ મળ્યો છે. તેના બીજા એપિસોડમાં બૉલીવૂડ અભિનેતા અનિલ કપૂર પર આરોપ મૂકવામાં આવશે. આના ટ્રેલરમાં અનિલ એમ કહેતો જોવા મળે છે કે મારો એક પણ વાળ સફેદ નથી થયો. વકીલ રિતેશ દેશમુખ તેના પર અતરંગી આરોપો મૂકે છે અને વરુણ શર્મા તેનો બચાવ કરે છે. જ્યારે જજ કુશા કપિલા અનિલની ફિટનેસના રહસ્યને જાણવા જાતજાતના સવાલો પૂછે છે. 
અનિલે કહ્યું હતું કે, મેં આ શૉ વિશે મને કહેવામાં આવ્યું ત્યારે મારી પ્રતિક્રિયા હતી જો કોઈ કોર્ટરૂમમાં મને મહેમાન તરીકે જવાનું ગમશે તો હશે કૉમેડીનો કોર્ટરૂમ. આ લોકોએ ઉત્તમ રીતે આ કાર્યક્રમ બનાવ્યો છે, જેમાં હસીને પેટ દુ:ખી જાય છે. મારો કેસ શૉમાં બની ગયો છે.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust