હર ઘર તિરંગા ગીતમાં અમિતાભ બચ્ચન, અનુશ્કા શર્મા, અક્ષયકુમાર સહિતનાં સેલિબ્રિટીઓ

હર ઘર તિરંગા ગીતમાં અમિતાભ બચ્ચન, અનુશ્કા શર્મા, અક્ષયકુમાર સહિતનાં સેલિબ્રિટીઓ
આઝાદીના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાનું આહ્વાન આપ્યું છે. આ દ્વારા નાગરિકોમાં દેશપ્રેમ જાગૃત કરવાનો ઈરાદો તેઓ ધરાવે છે. બૉલીવૂડ કલાકારો પણ, સ્વતંત્રતા દિવવા આ ઉત્સાવમાં સહભાગી થવા થનગની રહ્યા છે. અમિતાભ બચ્ચને ટ્વીટર પર હર ઘર તિરંગા ગીતનો વીડિયો શૅર કર્યો છે, જેમાં તેની સાથે મનોરંજન અને સ્પોર્ટ્સ જગતની સેલિબ્રિટીઓમાં અનુશ્કા શર્મા, વિરાટ કોહલી, અનુપમ ખેર, ટાઈગર શ્રોફ, અક્ષયકુમાર, નીરજ ચોપરા, મેરી કોમ, સોનુ નિગમ, આશા ભોસલે વગેરેનો સમાવેશ થાય છે. 
વીડિયોમાં વિશ્વના વિવિધ દેશોના લોકો ભારતીય ધ્વજ લાવીને ગર્વથી પોતાના ઘરમાં લહેરાવતાં નજરે પડે છે. બિગ બીએ લખ્યું છે કે, તિરંગો મારું ગૌરવ... મારો આત્મા... મારી ઓળખ.. તેના વિશે થોડા શબ્દો ગાવાનો લાભ મળ્યો તે મારું સમ્માન...
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust