હવે ડાર્લિંગ્સનો બહિષ્કાર કરવાની માગણી

હવે ડાર્લિંગ્સનો બહિષ્કાર કરવાની માગણી
આલિયા ભટ્ટ , શેફાલી શાહ અને વિજય વર્મા અભિનિત ડાર્લિંગ્સ પાંચમી અૉગસ્ટે નેટફ્લિક્સ પર રજૂ થશે. રજૂઆતના એક દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર બૉયકોટ આલિયા ભટ્ટ ટ્રેન્ડ થયું છે. યુઝર્સનું કહેવું છે કે આલિયાની ફિલ્મમાં પુરુષો પ્રત્યે ઘરેલુ હિંસાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ આ જ રીતે અક્ષયકુમારની રક્ષાબંધન અને આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાનો પણ બહિષ્કાર કરવાની માગણી સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. અક્ષયે ભૂતકાળમાં હિન્દુત્વ પર આકરી ટિપ્પણી કરી હતી, જ્યારે આમિરે દેશ વિરોધ નિવેદન આપ્યું હતું એટલે યુઝર્સ રોષે ભરાયા છે.
ડાર્લિંગ્સના ટ્રેલરમાં દર્શાવાવમાં આવ્યું છે કે આલિયાનો પતિ હમઝા તેને પ્રેમ કરતો હોય છે છતાં છોડીને જતો રહે છે. આથી તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે. જોકે, પછી એવું બતાવવામાં આવે છે કે તેણે જ પતિને બંધક બનાવ્યો હોય છે અને માર મારતી હોય છે. ફિલ્મની વાર્તા અનુસાર આલિયા સ્વયં પણ ઘરેલું હિંસાનો ભોગ બની હોય છે. પછી તે પતિ સાથે બદલો લે છે. આથી સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, આલિયા પુરુષો પ્રત્યેની હિંસાને પ્રોત્સાહન આપે છે. ફિલ્મમાં અત્યાચાર પર કૉમેડી કરવામાં આવી છે. જો આવો જ અત્યાચાર મહિલા પર દર્શાવવામાં આવ્યો હોત તો ચાલત? વાસ્તવિક જીવનમાં પણ કેટલીક મહિલાઓ વિક્ટિમ કાર્ડ પ્લે કરીને પુરુષોનું જીવન બરબાદ કરે છે.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust