પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું અવસાન

પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું અવસાન
ફિલ્મ અને ટીવીના પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું અવસાન થયું છે. હૃદય સંબંધિત બીમારીથી પીડાતા મિથિલેશે લખનઊમાં અંતિમ શ્વાસ લીધા હતા. થોડા દિવસ અગાઉ તેને હાર્ટએટેક આવ્યો હતો. પછી તેઓ વતન લખનઊ શિફટ થઈ ગયા હતા. 1997માં ફિલ્મ ભાઈભાઈથી મિથિલેશે બૉલીવૂડની ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સત્તા, તાલ, ફિઝા, કોઈ મિલ ગયા, ગાંધી માય ફાધર, બન્ટી ઓર બબલી જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 2020માં આવેલી વૅબ સીરિઝ સ્કૅમ 1992થી તે ડિજિટલ ક્ષેત્રએ પ્રવેશ્યા હતા. રંગમંચમાં પણ તેઓ પ્રવૃત્ત હતા અને પ્રેમ તિવારી, બંસી કૌલ, દીનાનાથ, ઉર્મિલ થપલિયાલ તથા અનુપમ ખેરે દિગ્દર્શિત કરેલા નાટકોમાં પણ મિથિલેશે અભિનય કર્યો હતો.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust