હરમનપ્રિત સિંઘની હેટટ્રિક

હરમનપ્રિત સિંઘની હેટટ્રિક
વેલ્સને 4-1થી હાર આપી હોકી ટીમની સેમીમાં એન્ટ્રી
બર્મિંગહામ, તા.4 : પુરુષ હોકીના પૂલ બીના આખરી લીગ મેચમાં વેલ્સની ટીમને 4-1 ગોલથી હાર આપીને ભારતીય ટીમ શાનથી સેમિ ફાઇનલમાં પહોંચી છે. આજના વેલ્સ વિરુદ્ધના મેચમાં હરમનપ્રિત સિંઘે તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને ત્રણ ગોલ કર્યાં હતા અને ટૂર્નામેન્ટની પહેલી હેટ્રિક નોંધાવી છે. કોમનવેલ્થ ગેમ્સ-2022માં હરમનપ્રિતના નામે કુલ 9 ગોલ થઇ ગયા છે. વેલ્સ સામે એક ગોલ ગુરજીત સિંઘે કર્યો હતો. વેલ્સ સામેની જીતથી ભારતના પૂલ બીમાં 10 પોઇન્ટ થયા છે અને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી છે.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust