200 મીટર રેસમાં હિમા દાસ સેમિમાં : નિકહત અને અમિત સહિત ચાર મુક્કેબાજે ચંદ્રક નિશ્ચિત કર્યા
બર્મિગહામ, તા.4 : ભારતની સ્ટાર સ્પ્રિંટર હિમા દાસ 200 મીટરની દોડ સ્પર્ધાના સેમિ ફાઈનલમાં પહોંચી ગઇ છે. હિમા દાસ 23.42 સેકન્ડના સમય સાથે તેની હિટમાં પહેલા સ્થાને રહીને સેમિ ફાઇનલ માટે કવોલીફાય થઇ હતી.
જયારે બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં સુવર્ણ ચંદ્રકની પ્રબળ દાવેદાર ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુ અને પુરુષ વિભાગમાં કિદાંબી શ્રીકાંત પ્રી કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. સિંધુએ પહેલા રાઉન્ડમાં માલદિવની ખેલાડી ફાતિમા નબાને 21-4 અને 21-11થી હાર આપી હતી. જયારે શ્રીકાંતે યુગાન્ડાના ખેલાડી ડેનિયલ વાંગલિયાને 21-9 અને 21-9થી હાર આપી હતી.
મહિલા હેમર થ્રોમાં ભારતની મંજૂ બાલા 59.68 મીટરનો થ્રો કરીને ફાઇનલમાં પહોંચી છે.
મુકકેબાજીમાં અમિત પંઘાલ પણ સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે. 48 કિલો વર્ગના કવાર્ટર ફાઇનલમાં તેણે સ્કોટલેન્ડના બોકસર લેનન મૂલિગનને 5-0થી ચિત કર્યોં હતો. આથી અમિત પંઘાલે ભારત માટે વધુ એક મેડલ નિશ્રૅચત કરી લીધો છે. અગાઉ વર્લ્ડ ચેમ્પિયન નિકહત ઝરીન, નીતૂ ગંઘાસ અને હસામુદીન મોહમ્મદે સેમિમાં પહોંચીને મેડલ નિશ્ચિત કરી લીધા હતા.
Published on: Fri, 05 Aug 2022
હેમર થ્રોમાં મંજુ બાલા ફાઇનલમાં : સિંધુ અને શ્રીકાંત પ્રી. કવાર્ટરમાં
