અદાણી એન્ટરપ્રાઈસીસનો જૂન ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 73 ટકા ઉછળ્યો

અદાણી એન્ટરપ્રાઈસીસનો જૂન ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 73 ટકા ઉછળ્યો
મુંબઈ, તા. 4: અદાણી એન્ટરપ્રાઈસીસનો જૂન ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો 73 ટકા ઉછળી રૂા. 469 કરોડ થયો હતો. જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 271 કરોડ થયો હતો.
કંપનીની કામગીરી દ્વારા એકત્રિત આવક જૂન ત્રિમાસિકમાં 225 ટકા ઉછળી રૂા. 40844 કરોડ થઈ હતી જે ગયા વર્ષે સમાનગાળામાં રૂા. 12579 કરોડ થઈ હતી. 
અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ આ સંદર્ભે જણાવ્યું કે, અમારા વિવિધ બિઝનેસમાં વૈવિધ્યકરણ વડે થયેલા વિકાસનું પ્રતિબિંબ જોવા મળે છે. વિશ્વના સૌથી સફળ વૈવિધ્યકરણ ધરાવતા ઉદ્યોગોમાં કંપનીએ તેનું સ્થાન મજબૂતાઈથી જાળવી રાખ્યું છે.
ગુરુવારે બીએસઈમાં કંપનીનો શૅર 0.4 ટકા વધી રૂા. 2723ના સ્તરે બંધ થયો હતો. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust