26/11ના સાક્ષીની ઘર મેળવવા હાઈ કોર્ટમાં ધા

મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : મુંબઈ પરના 26/11ના આતંકવાદી હુમલામાં બચી ગયેલી સૌથી યુવાન સાક્ષી દેવિકા રોટાવાને મહારાષ્ટ્ર સરકારે તેને ઘર ફાળવવાની અરજી નકારી કાઢ્યા બાદ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
રોટાવાન કે જે હવે 23 વર્ષની થઈ ગઈ છે તેણે બીજીવાર હાઈ કોર્ટમાં અરજી કરી છે. ગયા મહિને પોતાની નવી અરજીમાં રોટાવાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તેની અરજીને નકારી કાઢી છે એટલે તેને બીજીવાર હાઈ કોર્ટમાં અરજી કરવાની ફરજ પડી રહી છે. ગુરુવારે રોટવાન વતીથી કોઈ વકીલ હાજર રહ્યો ન હોવાથી બૅન્ચે આ કેસની સુનાવણી 12 અૉક્ટોબર પર મોકૂફ રાખી હતી.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust