રાજ્યમાં કોરોનાના નવા 1862 અને મુંબઈમાં 410 કેસ

મુંબઈ, તા. 4 (પીટીઆઇ): મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા 1,862 કેસ નોંધાયા હતા, જ્યારે આ વાઇરસને કારણે એક દિવસમાં સાત જણનાં મૃત્યુ નોંધાયાં હતાં. નવા 1,862 કેસ સાથે કુલ કેસનો આંકડો 80,53,965 ઉપર પહોંચ્યો હતો અને મરણાંક 1,48,124 થયો હતો. મુંબઈમાં ગુરુવારે કોરોનાના નવા 410 કેસ નોંધાયા હતા અને બે જણનાં મૃત્યુની નોંધ થઇ હતી. નવા નોંધાયેલા કેસ સાથે શહેરમાં કુલ કેસનો આંકડો 11,26,150 ઉપર પહોંચ્યો હતો. મહામુંબઈમાં ગુરુવારે કોરોનાના નવા 410 કેસ અને બે દરદીના મૃત્યુ નોંધાયા હતા. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust