મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળનો ધાર્મિક પક્ષપાત?

મુંબઈ, તા. 4 : કેવળ હિંદુઓના વિવિધ તહેવારો સમયે `કેટલું પ્રદૂષણ થાય છે' તેના અનેક અહેવાલ પ્રદૂષણ મંડળ પ્રતિવર્ષ પ્રકાશિત કરે છે; પરંતુ વર્ષના 365 દિવસ મસ્જિદોનાં ભૂંગળાં દ્વારા તેમ જ મુસલમાનોના અન્યળ તહેવારો સમયે થનારા પ્રદૂષણ વિશે એક પણ અહેવાલ પ્રકાશિત કરવામાં આવતો નથી. આ શાસન દ્વારા હિંદુઓ પર કરવામાં આવતો ધાર્મિક પક્ષપાત જ છે.
વર્ષ 2015થી 2021ના 7 વર્ષના સમયગાળામાં ધ્વનિ પ્રદૂષણ બાબતેના `મહારાષ્ટ્ર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ મંડળે' હિંદુઓની દહીં-મટકી, ગણેશોત્સમવ અને નવરાત્રોત્સવ મંડળો પર 230 ખટલા પ્રવિષ્ટ કર્યા છે, જ્યારે મુસલમાનો પર કેવળ 22 ખટલા પ્રવિષ્ટત છે, એવું માહિતી અધિકારમાંથી ઉજાગર થયું છે. આ રીતે પક્ષપાતી કાર્યવાહી કરીને કેવળ હિંદુઓને બદનામ કરનારા `મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ'ના સંબંધિત સર્વ અધિકારીઓને નિલંબિત કરવા, એવી માગણી હિંદુ જનજાગૃતિ સમિતિના કોકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યરના સમન્વવયક મનોજ ખાડ્યેએ કરી છે. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust