મીરા-ભાયંદર મનપામાં ગોટાળા માટે અવાજ ઉઠાવનાર કૉંગ્રેસ કાર્યકર્તા સામે ગુનો દાખલ

જીતેશ વોરા તરફથી 
ભાયંદર, તા. 4 : મીરા-ભાયંદર મનપાની મહાસભામાં બુધવારે મહિલા અને બાળકલ્યાણ સમિતિના કહેવાતા 18 કરોડના ભ્રષ્ટાચાર સામે કાળા બેનર પર લખાણ કરી કાળા કપડાં પહેરી મહાસભા માટે ભાજપની મહિલા મેયર તથા કમિશનર સામે દેખાવો કરવા બદ્દલ મીરા-ભાયંદર કૉંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પ્રમોદ સામંત, યુથના દીપ કાકડે તેમ જ દશથી બાર અજાણ્યા લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મીરા-ભાયંદર મનપાના સામાન્ય પ્રશાશન વિભાગના સહાયક આયુક્ત સુનિલ ગણપતરાવ યાદવની ફરિયાદ પર આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મીરા-ભાયંદર કૉંગ્રેસ કમિટીના પ્રવક્તા પ્રકાશ નાગણે એ જણાવ્યું કે ભાજપની મહિલા મેયર અને મનપા પ્રશાશન દ્વારા કૉંગ્રેસનો અવાજ દબાવવા માટે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ અમે છેલ્લા કેટલાય મહિનાની મહેનત બાદ આ ગોટાળો બહાર કાઢ્યો છે અને અમારો અવાજ દબાવવા માટે તેમને જે કરવું હોય તે કરે પણ અમે ચૂપ નહીં બેસીએ. ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ અમે પણ ગુનો દાખલ કરવા માટે તમામ પ્રયત્નો કરીશું.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust