નવી દિલ્હી, તા.4 : મની લોન્ડ્રિંગ કેસમાં યંગ ઇન્ડિયન કંપનીની ઓફિસ સીલ કરાયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યંy કે તેઓ નરેન્દ્ર મોદીથી ડરતા નથી, દેશની રક્ષા માટે પોતાનું કામ ચાલુ રાખશે. નેશનલ હેરાલ્ડ અખબારના કેસમાં ઈડીએ સકંજો કસ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યં, તેઓ ગમે તે કરી લે, હું ડરતો નથી. દેશ અને લોકતંત્રની રક્ષા તથા સદ્ભાવ જાળવાઈ રહે તે માટે કામ કરતાં રહ્યા છે અને આગળ પણ કરતં રહેશે. કોંગ્રેસના નેતાએ ટ્વિટ કર્યું કે સત્યને બેરિકેડ ન કરી શકાય, કરી લે જે કરવું હોય તે, હું પ્રધાનમંત્રીથી ડરતો નથી. હું હંમેશાં દેશહિત માટે કામ કરતો રહીશ, સાંભળી લો અને સમજી લો ! આ પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યં કે, આ ધમકાવવાનો પ્રયાસ છે. તેઓ વિચારે છે કે થોડું દબાણ કરીને અમોને ડરાવી દેશે, પરંતુ અમે ચૂપ રહેવાના નથી.
Published on: Fri, 05 Aug 2022