જસ્ટિસ યુયુ લલિત બનશે નવા મુખ્ય ન્યાયાધીશ

સીજેઆઈ રમન્નાએ કરી ભલામણ
નવી દિલ્હી, તા. 4 : જસ્ટિસ યુયુ લલિત દેશના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બની શકે છે. ભારતના વર્તમાન સીજેઆઈ એનવી રમન્નાએ આગામી ચીફ જસ્ટિસ માટે ન્યાયાધિશ  ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી છે. તેમણે સીલબંધ પત્ર કાનૂન અને ન્યાય મંત્રીને સોંપી દીધો છે. પારંપરિક રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પોતાની વરિષ્ઠતાના આધારે સીજેઆઈના રૂપમાં કાર્યભાર સંભાળે છે. ભારતના વર્તમાન ચીફ જસ્ટિસ એનવી રમના આગામી 26 ઓગષ્ટના પદ ઉપરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેવામાં અત્યાર સુધી ચાલી આવતી પરંપરા મુજબ તેમણે જસ્ટિસ યુયુ લલિતના નામની ભલામણ સરકારને મોકલી છે.  

Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust