શ્રીલંકા ભણી આવી રહ્યું છે ચીનનું યુદ્ધ જહાજ : ભારતની ચાંપતી નજર

નવી દિલ્હી, તા.4: ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર તનાવ વધવાની આશંકા છે. ચીનનું સંરક્ષણ મથકો ઉપર નજર રાખી શકે તેવું એક જહાજ શ્રીલંકાનાં બંદર ભણી આગળ ધસી રહ્યું છે.
ચીનનું આ રિસર્ચ અને સર્વે જહાજ 11 ઓગસ્ટે દક્ષિણ શ્રીલંકામાં ચીન દ્વારા સંચાલિત હંબનટોટા બંદરે પહોંચે તેવી સંભાવના છે. આ ઘટનાક્રમ ઉપર હાલ સંયમિત પ્રતિક્રિયા આપતાં ભારતે કહ્યું છે કે, સ્થિતિ ઉપર ભારતની ચાંપતી નજર છે. 
શ્રીલંકાનાં રક્ષા મંત્રાલયનાં પ્રવક્તા કર્નલ નલિન હેરાથે પણ કહ્યું હતું કે, લંકા ભારતની ચિંતાઓને સમજે છે કારણ કે આ જહાજ રણનીતિક સ્થાનો ઉપર પણ નજર રાખવા સક્ષમ છે. જો કે આ નિયમિત કવાયતનાં ભાગરૂપે છે. ભારત, ચીન, રશિયા, જાપાન અને મલેશિયાનાં નૌસેનાનાં જહાજોએ સમયાંતરે અનુરોધ કરેલા છે અને એટલે જ ચીનને તેનાં માટે મંજૂરી આપવામાં આવી છે. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust