આઇઆઇજેએસ પ્રીમિયર-2022ના શૉનું હેમા માલિનીના હસ્તે ઉદ્ઘાટન

આઇઆઇજેએસ પ્રીમિયર-2022ના શૉનું હેમા માલિનીના હસ્તે ઉદ્ઘાટન
મુંબઈ, તા. 4 : ભારતની જેમ ઍન્ડ જ્વેલરી ટ્રેડની મુખ્ય સંસ્થા જેમ ઍન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના આઇઆઇજેએસ પ્રિમિયર-2022ના 38મા શોનું ગુરુવારે ઉદ્ઘાટન લોકસભાનાં સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીના હસ્તે કરાયું હતું. 
આ નિમિત્તે સંસ્થાના ચેરમેન કોલિન શાહ, વાઇસ ચેરમેન વિપુલ શાહ, કન્વીનર શૈલેશ સંગાણી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યાસાચી રાય તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. આ શૉ મુંબઈના બૉમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આજથી શરૂ થઇ ગયો છે અને આઠમી અૉગસ્ટ સુધી યોજાશે. 65,000 ચો. મીટરના વિસ્તારમાં ફેલાયેલા આ શોમાં 1,790થી વધુ એક્ઝિબિટર્સ તેમના ખાસ જેમ્સ અને જ્વેલરીઓ પ્રદર્શિત કરશે. શૉ માટે પહેલાથી 37,000 વેપારી મુલાકાતીઓએ રજિસ્ટર્ડ કરાવ્યું હતું, જેમાં ભારતના 800 શહેરના અને 80થી વધુ દેશના મુલાકાતીઓનો સમાવેશ થાય છે. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust