ચીનની પાંચ મિસાઇલ જાપાનની જળ સીમામાં ખાબકી

ચીનની પાંચ મિસાઇલ જાપાનની જળ સીમામાં ખાબકી
ટોક્યો, તા 4 : જાપાને આજે જણાવ્યું હતું કે યુદ્ધાભ્યાસ કરી રહેલી ચીનની સેના દ્વારા લૉન્ચ કરવામાં આવેલી પાંચ બેલિસ્ટિક મિસાઇલ તેમના વિસ્તારમાં પડી હતી. અમેરિકન સંસદની સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાનની મુલાકાતના વિરોધમાં ચીન તાઇવાનની ચારે બાદુ યુદ્ધાભ્યાસ કરી રહ્યુ ંછે. ગુરુવારે જપાનની સરકારે કહ્યુ ંકે પાંચ બેલિસ્ટિક મિસાઇલ્સ જપાનના એસ્ક્લુઝિવ ઇકોનોમિક ઝોન (ઇઇઝેડ)માં પડી હતી, જેને ચીનની સેના દ્વારા લૉન્ચ કરવામાં આવી હતી. જપાનના સંરક્ષણ પ્રધાન નોબુઓ કિશીએ કહ્યું કે આ પહેલીવાર બન્યું કે ચીની સેનાની મિસાઇલો જપાનના જળ વિસ્તારમાં પડી.
કિશીએ વધુમાં કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે જેણે અમારા નાગરિકોની સુરક્ષા માટે ચિંતાજનક છે. જપાનની સરકારે ચીની સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. જપાનના દક્ષિણી દ્વીપ ઓકિનોવાનો અમુક હિસ્સો તાઇવાનની નજીક છે. કિશીએ કહ્યું કે જપાનનું માનવું છે કે ચીને નવ મિસાઇલ છોડી હતી જેમાંથી પાંચ જપાનના વિસ્તારમાં પડી.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust