જાન્વી કપૂર અને ઊર્મિલા માતોંડકર વચ્ચે છે અનોખું જોડાણ

જાન્વી કપૂર અને ઊર્મિલા માતોંડકર વચ્ચે છે અનોખું જોડાણ
ઝી ટીવી પરથી પ્રસારિત થતાં રિયાલિટી શૉ ડીઆઈડી સુપર મૉમ્સની ત્રીજી સીઝન પ્રતિભાશાળી માતાઓને સપનાં પૂરા કરવામાં મદદ કરે છે. શૉના સ્પર્ધકો પરફોર્મન્સથી જજ રેમો ડી'સોઝા, ઊર્મિલા માતોંડકર અને ભાગ્યશ્રી દાસાનીને મંત્રમુગ્ધ કરે છે. આ સપ્તાહને અંતે રજૂ થનારા એપિસોડમાં મહેમાન તરીકે જાન્વી કપૂર જોવા મળશે. આ એપિસોડમાં સ્પર્ધક સાદિકા ખાન અને કોરિયોગ્રાફર સપના જહાના પરફોર્મન્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સાદિકાના ગર્ભાવસ્થાના પ્રવાસે બધાને ભાવુક કરી દીધા હતા. આ પરફોર્મન્સ બાદ ઊર્મિલાને ફિલ્મ જુદાઈનું શૂટિંગ યાદ આવી ગયું હતું. ત્યારે શૂટિંગમાં તેની સાથે જાન્વીની માતા શ્રીદેવી હતી અને યોગાનુયોગે તેના કૂખમાં જાન્વી હતી. 
ઊર્મિલાએ કહ્યું હતું કે, સાદિકા તારા એક્ટની હીરો તો તારી દીકરી માયરા છે. તેની હાજરીને લીધે એક્ટ પૂર્ણ લાગ્યો હતો. આ જ દૃષ્ટિએ મને શ્રીદેવી યાદ આવી ગઈ હતી. અમે જુદાઈનું શૂટિંગ કરતા હતા ત્યારે શ્રીદેવી જાન્વીની સાથે ગર્ભવતી હતી. આથી જાન્વી સાથે મારે તેના જન્મ પહેલાંથી સંબંધ છે. આજે તેની સાથે જોડાઈને તેને મળીને હું ગદગદ્ થઈ ગઈ છું. શ્રીદેવીની જેમ જ તે તારી દીકરી સાથે ડાન્સ કર્યો છે. આશા છે, તારું જીવન પણ ખુશીથી ભરેલું રહેશે.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust