સેલિબ્રિટી હોય કે સામાન્ય વ્યક્તિ, દરેકના જીવનનો આંતરિક અને અંતરગ હિસ્સો મિત્રોઁ હોય છે. આ એવો સંબંધ હોય છે જેને સ્ટેટસ, નાત-જાત કે ધર્મ સાથે કોઈ સંબંધ હોતો નથી. મૌલી ગાંગુલીએ પોતાની બાળપણની ફ્રેન્ડ રિન્કુ વિશે વાત કરતાં કહ્યું હતું કે ,અમે બાળમંદિરથી ફ્રેન્ડ છીએ અને આ મૈત્રી હજુ પણ જળવાઈ રહી છે. હજુ પણ અમે એકમેકને અંગત વાતો કરીએ છીએ તથા અમારા વિચારોમાં પણ કશું બદલાયું નથી. બાળપણની મૈત્રી બેમિસાલ હોય છે.
કમાના પાઠકે પોતાની બેનપણી કોમલને યાદ કરતાં જણાવ્યું હતું કે, મારા માઠા દિવસોમાં તેણે જ મને આધાર આપ્યો હતો તથા મારા સારા પ્રસંગોને તે જ ઊજળા બનાવે છે.
અત્યંત ગણતરીના મિત્રો ધરાવતી વિદિશા શ્રીવાસ્તવ પોતાની મિત્ર શિલ્પી વિશે કહે છે કે, તે મારા દરેક કામમાં મારી સાથે હોય છે. મારી વાતો સાંભળીને મારા વિશે કોઈ અભિપ્રાય બાંધતી નથી અને મારી મથામણમને ઓછી કરવાનો પ્રયાસ કરે છે.
આશી સિંઘે કહ્યું હતું કે, તમારા શ્રેષ્ઠ મિત્ર ભાઈબહેન પણ હોઈ શકે છે. મારી બહેન કશીશ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને અમે એકમેક સાથે બધું જ શૅર કરીએ છીએ.
રિયા શર્માના મતે મિત્રો પરિવાર જેવા હોય છે. તેની સાથે માત્ર એક દિવસ જ ઉજવણી ન થાય. પરંતુ સાથે હો એ દરેક દિવસ ફ્રેન્ડશિપ ડૅ જ હોવાનો.
Published on: Sat, 06 Aug 2022
ટીવી અભિનેત્રીઓના મતે બાળપણની મૈત્રી બેમિસાલ
