કોરોના મહામીરને લીધે લગ્ન રદ કરનારા રિચા ચઢ્ઢા અને અલી ફઝલ હવે સપ્ટેમ્બર મહિનામાં લગ્ન કરશે. એક દાયકાથી રિચા અને અલી વચ્ચે પ્રેમ સંબંધ છે. જોકે, 2019 સુધી તેમણે આની જાહેરાત કરી નહોતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થતી રહી છે. તેમણે 2020ના એપ્રિલ મહિનામાં લગ્ન કરવાની જાહેરાત કરી હતી પરંતુ ત્યારે કોવિડ -19ને લીધે લૉકડાઉન હતું. આથી હવે તેમણે આ વિધિ પૂરો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, લગ્નના ચોક્કસ સ્થળ વિશે ફોડ પાડવામાં આવ્યો નથી. છતાં તેઓ મુંબઈ અથવા દિલ્હીમાં લગ્ન કરશે એવી ચર્ચા ચાલે છે.
2012માં ફિલ્મ ફુકરેના સેટ પર રિચા અને અલીની મુલાકાત થઈ હતી અને બાદમાં તેઓ પ્રેમમાં પડયા હતા. તેમણે ફુકરેની સિકવલ ફુકરે રિટર્ન્સમાં પણ સાથે અભિનય કર્યો હતો અને હવે ફુકરે-3માં પણ તેઓ સાથે જોવા મળશે.
Published on: Sat, 06 Aug 2022