કપાસિયા-સીંગતેલમાં ઘટાડાની ચાલ

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 5 : મલેશિયામાંથી 1થી 5 ઓગસ્ટ દરમિયાન પામતેલની નિકાસ જુલાઈના સમાન સપ્તાહની સરખામણીએ 24.5 ટકા વધી હતી. શુક્રવારે ડેલિયનનો સોયાતેલ  કોન્ટ્રાક્ટ 1.3 ટકા   ઘટ્યો હતો. જ્યારે પામ ઓઈલ કોન્ટ્રેક્ટ 2.2 ટકા  વધ્યો હતો. જો કે વધતા પુરવઠાને લીધે સપ્તાહ દરમિયાન દરમિયાન મલેશિયન ક્રૂડ-પામતેલ ઓગસ્ટ વાયદો 79 રીંગીટ વધીને 3900ની સપાટીએ બંધ થયો હતો. કંડલા બંદરે પામતેલ હાજર રૂ.1190-1192 હતું. સોયાતેલ રૂ.1195-1197 હતું. બંને આયાતી ખાદ્યતેલોમાં રૂ.5 નો સુધારો હતો. 
સૌરાષ્ટ્રમાં સિંગતેલ લૂઝ્નો ભાવ રૂ.10ના ઘટાડે રૂ.1600 બોલાયો હતો. લૂઝમાં 2-3 ટેન્કરના કામકાજ હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલીયાનો ભાવ રૂ.2465-2466 હતો. સિંગખોળના રૂ.500 ઘટીને રૂ.33500 હતા. વેપારીઓએ કહ્યું કે, અવેજી ખાદ્યતેલો સસ્તા થઇ જતા હવે સિંગતેલમાં ખપત ધીમી પડી ગઈ છે. છેલ્લા સપ્તાહથી રૂ.1600ની આસપાસ લૂઝના ભાવ અથડાયા કરે છે. 
સૌરાષ્ટ્રમાં કપાસિયા વોશનો ભાવ રૂ.5 નાં ઘસારે રૂ.1190-1192 હતો. વોશમાં 5-7 ટેન્કરના કામકાજ હતા. 
રાજકોટની બજારમાં સિંગતેલનો ડબો રૂ.10 ઘટીને રૂ.2740-2790 હતો. કપાસિયા-પામતેલ રૂ. 5 ઘટીને અનુક્રમે રૂ. 2440-2490 અને રૂ.1995-1990 હતું.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust