દાઉદના સાગરિત સલીમ કુરેશીને 17મી અૉગસ્ટ સુધી એનઆઈએની કસ્ટડી

મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : કુખ્યાત ગૅંગસ્ટર દાઉદ ઇબ્રાહિમની આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદરૂપ થવા બદલ પકડાયેલા મુંબઈવાસી સલીમ કુરેશી ઉર્ફે સલીમ ક્રુટને 17મી અૉગસ્ટ સુધી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની કસ્ટડીમાં રાખવામાં આદેશ અદાલતે આપ્યો છે. કુરેશીની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએ દ્વારા અદાલતને જણાવવામાં આવ્યું હતું કે કુરેશીએ દાઉદની ગૅંગની ટોળકીના નામે રિયલ એસ્ટેટ ડેવલપર પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. ગત મે માસમાં મુંબઈમાં 29 જગ્યાએ દરોડા પાડીને ગેરકાનૂની મિલકત અંગેના વાંધાજનક દસ્તાવેજો મેળવવામાં આવ્યા હતા. તેની ધરપકડ પહેલા પૂછવામાં આવેલી વિવિધ પ્રશ્નોના તેણે ઉડાઉ ઉત્તર આપ્યા હતા.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust