મુંબઈ મેટ્રો વનમાં 30 ફેરી વધારવામાં આવી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : અંધેરી- ઘાટકોપર વચ્ચે આર ઇન્ફ્રા મુંબઈ મેટ્રો વન છઠ્ઠી અૉગસ્ટથી મોડી રાત બાર વાગ્યા સુધી ચાલુ રહેશે. વર્સોવાથી છેલ્લી ટ્રેન રાતે 11.19ની હશે. ઘાટકોપરથી છેલ્લી ટ્રેન રાતે 11.44 વાગ્યે ઊપડશે અને વર્સોવા મોડી રાતે 12.07 વાગ્યે પહોંચશે. અંધેરી-ઘાટકોપર વચ્ચે દોડતી મેટ્રો વન હવે સપ્તાહમાં સાતેય દિવસ દોડશે અને ધસારાના સમયે ચાર મિનિટે એક મેટ્રો હશે. મેટ્રો વનમાં 30 ટ્રીપ વધારી દેવામાં આવી છે. પહેલા દરરોજ 326ના સ્થાને હવે 356 ટ્રીપ દોડશે. જુલાઇ મહિનામાં અંધેરી-ઘાટકોપર મેટ્રો વનમાં 80 લાખ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. 
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust