મેટ્રો ત્રણના ચાર ડબા આવી પહોંચતાં હવે ટ્રાયલ રન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : કોલાબા-બાંદરા-સિપ્ઝ મેટ્રો થ્રી લાઇનની પહેલી ટ્રેન માટે ચાર ડબાનો બીજો કાફલો આજે સવારે આરેના સારીપૂત નગરમાં આવી પહોંચ્યો હતો. ચાર ડબા આંધ્ર પ્રદેશના શ્રી સિટીથી મુંબઈ સુધી 1,400 કિલોમીટરનો પ્રવાસ કાપીને દસ દિવસમાં પહોંચ્યો હતો. 42 ટન વજનનો પ્રત્યેક ડબો વિશેષ ટ્રેલર ઉપર લાવવામાં આવ્યા હતા. આ આઠ ડબાની ટ્રેનને જોડીને આગામી બે દિવસમાં સારીપૂત નગરની તાત્પુરતી સુવિધામાં ટ્રેનને મૂકાશે. અહીં ટ્રાયલ રન માટે ટ્રેક ઉપલબ્ધ છે. મરોળ નાકા મેટ્રો સ્ટેશન સુધી ત્રણ કિલોમીટર લાંબા ટ્રેક ઉપર તેની ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થશે. 
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust