નવી દિલ્હી, તા. 5 : ભારતીય નૌકાદળ માટે દેશનું પ્રથમ પેસેન્જર ડ્રોન તૈયાર કરાયું છે. મહારાષ્ટ્રમાં નિર્મિત આ મુસાફર ડ્રોનનું નામ `વરુણ' રખાયું છે.
પૂણેની ચાકન સાગર ડિફેન્સ એન્જિનીયરિંગ કંપનીએ બનાવેલું વરુણ 130 કિલોગ્રામના વજન સાથે ઉડાન ભરી શકે છે, સંપૂર્ણ ઓટોમેટિક છે. ઉડાન ભર્યા?પછી હવામાં યાંત્રિક ખરાબી આવે, તો પણ સુરક્ષિત ઉતરણ કરવામાં સક્ષમ આ ડ્રોનમાં એક પેરાશૂટ પણ છે જે કોઈ યાંત્રિક ખામી સર્જાતાં આપોઆપ ખૂલી જાય છે. `વરુણ' ડ્રોનનો ઉપયોગ `એર એમ્બ્યુલન્સ' તરીકે તેમજ દૂરના વિસ્તારોમાં સામાન પરિવહન માટે પણ કરી શકાશે.
Published on: Sat, 06 Aug 2022
ભારતનું પ્રથમ મુસાફર ડ્રોન વરુણ નૌકાદળમાં તહેનાત
