હમ દો હમારે બારહનું પોસ્ટર રજૂ થતાં વિવાદ

હમ દો હમારે બારહનું પોસ્ટર રજૂ થતાં વિવાદ
ફિલ્મ હમ દો હમારે બારહનું પોસ્ટર રજૂ થતાં જ વિવાદ શરૂ થઈ ગયા છે. આ ફિલ્મ મુસ્લિમોની વધતી જતી વસ્તી પર આધારિત છે. આથી પત્રકાર રાણા અય્યુબે ફિલ્મ વિશે સવાલ પૂછતાં લખ્યું કે, નિર્માતાએ કયા હેતુથી આ ફિલ્મ બનાવી છે? રાણાના ટ્વીટનો પ્રત્યુત્તર ફિલ્મમેકર કમલ ચંદ્રા અને મુખ્ય કલાકાર અનુ કપૂરે આપ્યો છે. 
હમદો હમારે બારહના પોસ્ટર પર લખ્યું છે જલ્દી આપણે ચીનને પાછળ છોડી દઈશું. આ જોઈને રાણાએ લખ્યું હતું કે, સેન્સર બોર્ડ આ પ્રકારની ફિલ્મને કેવી રીતે મંજુરી આપી શકે જે મુસ્લિમોને વસ્તી વિસ્ફોટનું કારણ બતાવે છે. પોસ્ટર લોકો વચ્ચે નફરત અને ઈસ્લામોફોબિયા ફેલાવે છે. ફિલ્મમાં મુસ્લિમ પરિવારની છબિનો ઉપયોગ કર્યો છે. 
જોકે, કમલ ચંદ્રાએ કહ્યું કે, આ ફિલ્મના પોસ્ટને જોવાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. અમે કોઈને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ધરાવતા નથી. લોકો ફિલ્મ જોશે ત્યારે ખુશ થશે. આજે વધતી જતી વસ્તી મોટી સમસ્યા છે. અમારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નથી. 
અનુ કપૂરે કહ્યું કે, ફિલ્મના પોસ્ટરને જોઈને કશું નક્કી ન કરો. પહેલા ફિલ્મ જુઓ. ફિલ્મ જોયા પછી મેકર્સ શું કહેવા માગે છે તે સમજાશે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust