શ્રીલંકા સાથે અમારા સંબંધોમાં ચંચૂપાત ન કરો

જાસૂસી જહાજ મુદ્દે ચીનની ભારતને સલાહ
નવી દિલ્હી, તા.8 : શ્રીલંકાએ ચીનને પોતાના રિસર્ચ અને સર્વે જહાજને પોતાના હંબનટોટા બંદરે લાંગરવાની યોજના ટાળવા કરેલા અનુરોધથી  નારાજ ચીને ભારત પર આકરો શાબ્દિક હુમલો કર્યો હતો. ચીને આજે જણાવ્યું હતું કે સલામતી ચિંતાઓને ટાંકીને ભારત, શ્રીલંકા ઉપર `વગર કારણનું દબાણ' લાવી રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મીડિયાને જણાવ્યું હતું કે તેમની જાણકારીમાં આવા અહેવાલો છે. તેમણે કહ્યું કે ચીન અને શ્રીલંકા વચ્ચેનો સહયોગ બે દેશ તરફથી સ્વતંત્ર રીતે પસંદ કરવામાં આવ્યો છે અને તે બંને દેશના સંયુક્ત હિતમાં છે. તેના નિશાને કોઈ ત્રીજો દેશ નથી.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust