બૅટરી સંચાલિત શન્ટર દ્વારા પહેલી પ્રોટોટાઈપ ટ્રેનનીં સફળતાપૂર્વક રચના

બૅટરી સંચાલિત શન્ટર દ્વારા પહેલી પ્રોટોટાઈપ ટ્રેનનીં સફળતાપૂર્વક રચના
કોલાબા-બાન્દ્રા-સિપ્ઝ મેટ્રો-3 

મુંબઈ, તા. 8 : કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-3 કૉરીડોર માટે આઠ ડબ્બાની પહેલી પ્રોટોટાઈપ ટ્રેનનું બૅટરી સંચાલિત શન્ટર દ્વારા સફળતાપૂર્વક જોડાણ કરાયું છે. એમએમઆરસી (મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન) કાર ડેપૉ માટે ખરીદ કરવામાં આવેલું આ પહેલું શન્ટર છે. આ શન્ટરે એમએમઆરસી દ્વારા સારીપૂત નગર-આરેમાં ટ્રેન ડિલિવરી અને ટેસ્ટિંગ ટ્રેક માટે ઊભી કરાયેલી કામચલાઉ સુવિધામાં પહેલા આઠ ડબ્બાનું જોડાણ સફળતાપૂર્વક પાર પાડયું હતું.

આ નાનકડું શન્ટર 350 ટન વજન ખેંચી શકે છે. બૅટરી પૂર્ણપણે ચાર્જ હોય તો આ શન્ટર આઠ ડબ્બાની ટ્રેન નવ કિ.મી. સુધી ખેંચી શકે છે. ઉપરાંત આ શન્ટર સતત 50 કિલો ન્યૂટન ક્ષમતા સાથે કામ કરી શકે છે. આ શન્ટરના અૉટોમેટિક કપ્લર તેમજ સેમી-પર્મનન્ટ કપ્લર ઍડોપ્ટરનું પણ સફળ પરીક્ષણ કરાયું હતું. મેટ્રોના કૉચ જોડવા માટે આ બંને કપ્લરનો ઉપયોગ થાય છે.

થાણેની રેનમેક ઈન્ડિયા કંપનીએ નેધરલૅન્ડની એનઆઈટીઈક્યુ સંસ્થા સાથેની સંયુક્ત પહેલ અને ટૅકનૉલૉજી ટ્રાન્સફર એગ્રીમેન્ટ હેઠળ મેઈક-ઈન-ઈન્ડિયાના એક ભાગ તરીકે આ રેલ કમ રોડ શન્ટરનું પૂર્ણપણે નિર્માણ ર્ક્યું છે. 

Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust