પ્રતીક ગાંધી, અવિકા ગોર અને મનીષ રાયસિંઘાનની કહાની રબરબેન્ડ કી

પ્રતીક ગાંધી, અવિકા ગોર અને મનીષ રાયસિંઘાનની કહાની રબરબેન્ડ કી
બાલિકા વધૂ, સસુરાલ સિમર કા જેવી ટીવી સિરિયલમાં અભિનય કરીને જાણીતી બનેલી અવિકા ગોર હવે પ્રતીક ગાંધી અને મનીષ રાયસિંઘાનની સાથે ફિલ્મ કહાની રબરબેન્ડ કીમાં જોવા મશે. સારિકા સંજોત દિગ્દર્શિત આ ફિલ્મ 14મી અૉક્ટોબરે થિયેટરમાં રજૂ થશે. ફિલ્મમાં એક દુકાનદારની વાત છે જે કૉન્ડોમ રબરબેન્ડના નામે વેચે છે. ફિલ્મમાં આ ત્રણ મુખ્ય કલાકારો સાથે અરુણા ઈરાની, ગૌરવ ગેરા, કવરજિત પેન્ટલ, હેમાંગ દવે, અમિત સિંહ ઠાકુર, મીનાક્ષી સેટી, શ્યામલાલ અને કાત્યાયની શર્મા છે. રોમિલ ચૌધરી પણ ફિલ્મમાં કેમિયો કરે છે. વૅબ સીરિઝ સ્કૅમ 1992થી પ્રખ્યાત થયેલો પ્રતીક ગાંધી કૉમેડી અને વન લાઈન પંચથી સૌને હસાવશે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust