મોદીજી કી બેટી કોણ છે?

મોદીજી કી બેટી કોણ છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તો નાના મોટાં સૌ ઓળખે છે પરંતુ તેમની દીકરી વિશે કોઈ પૂછે તો માથું ખંજવાળવાનો વારો આવે. હાલમાં સોશિયલ મીડિયા પર ફિલ્મ મોદીજી કી બેટી ટ્રેન્ડ કરી રહી છે.  હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રજૂ થયું છે. ટ્રેલર રજૂ થતાં જ લોકોમાં ફિલ્મ કૌતુકનો વિષય બની છે.  ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે એક નવોદિત અભિનેત્રી છે જે લાઈમલાઈટમાં રહેવા મોદીજી કી બેટી બનાવે છે. બીજી તરફ બે મૂર્ખ આતંકવાદી છે જે તેને સાચે જ મોદીની દીકરી માની લે છે અને તેનું અપહરણ કરે છે. અભિનેત્રીના અપહરણ સાથે જ ફિલ્મમાં વળાંક આવે છે. અપહરણકર્તા અભિનેત્રીથી પરેશાન થઈ જાય છે. આ સાથે જ અપહરણકર્તા સંપૂર્ણ ભારતને નિયંત્રિત કરવા માગે છે અને મોદીજીની દીકરીને બદલે કાશ્મીર માગવાની યોજના બનાવે છે. જો કે, કસાબની જેમ પ્રખ્યાત થવાના ચક્કરમાં પોતાની જ જાળમાં સપડાઇ જાય છે. આ ફિલ્મ 14મી અૉકટોબરે રજૂ થશે. 
મોદીજી કી બેટીમાં પિતાબોશ ત્રિપાઠી, વિક્રમ કોચર, અવનિ મોદી અને તરુણ ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. જો કે, ફિલ્મના શીર્ષકને લીધે જાતજાતની કમેન્ટ્સ અને મીમ્સ વાયરલ થયાં છે. 

Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust