બીએસઈ દ્વારા રોકાણકારો માટે ઈન્વેસ્ટવાઈસ કૉન્ટેસ્ટનું આયોજન

બીએસઈ દ્વારા રોકાણકારો માટે ઈન્વેસ્ટવાઈસ કૉન્ટેસ્ટનું આયોજન
મુંબઈ, તા. 22 : બીએસઈ ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ (બીએસઈ આઈપીએફ)એ રોકાણકારોમાં જ્ઞાન અને જાણકારી વધે એ માટે સ્પર્ધા `ઈન્વેસ્ટવાઈસ કૉન્ટેસ્ટ' યોજી છે. આ સ્પર્ધાના પ્રથમ વિજેતાને રૂા. 10,000, બીજા ક્રમાંકના વિજેતાને રૂા. 7500 અને ત્રીજા ક્રમે બનેલા વિજેતાને રૂા. 5000નું રોકડ ઈનામ આપવામાં આવશે. બાકીના સાત વિજેતા હશે એ પ્રત્યેકને રૂા. 3000નું ઈનામ આપવામાં આવશે. આ સ્પર્ધામાં જોડાવા માટે બધા રોકાણકારોને આમંત્રણ અપાયું છે. સ્પર્ધામાં જોડાવા માટે રોકાણકારોએ સ્પર્ધાના નિયમો અને માર્ગરેખાઓ : 0https://mail.google.com/mail/u/0/?tab=rm&ogbl#inbox/
FMfcgzGqQctNnwNPXPtpGqGqKQZfdGb પર ક્લિક કરી વાંચો. ત્યાર બાદ http://img1.bseindia.in/
images/bseindia/IPF_Mailers/19092022/Dos_and_Dont's_for_Investors.pdf લિન્ક પર જઈ રોકાણકારો માટેના ડુઝ ઍન્ડ ડોન્ટ્સ વાંચો અને કોઈપણ એક ડુઝ અને/અથવા ડોન્ટ્સ પર એક  મિનિટની વીડિયો ફિલ્મ બનાવો. આ વીડિયોને તમારું નામ, તમારી અટક અને એ પછી અન્ડર સ્કોર ચિહ્ન કરી શહેરનું નામ લખો. આ રીતે ફાઈલ નામ બનાવીને રોકાણકારોએ તેમના વીડિયોને ચાર અૉક્ટોબર, 2022 પૂર્વે [email protected] પર મેઈલ કરવાનો રહેશે. 
દાખલા તરીકે તમારું નામ અમિત મહેતા હોય અને મુંબઈ શહેરમાં રહેતા હો તો ફાઈલ નેમ થશે Amit Mehta_Mumbai. ઈ-મેઈલમાં તમારું નામ, શહેર, રાજ્ય અને મોબાઈલ નંબર પણ નોંધવાના રહેશે. 

Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust