મહારાષ્ટ્રમાં વધુ 18 એનિમલ કન્ઝર્વેશન રિઝર્વ

મુંબઈ, તા. 22 : રાજ્યમાં વન્ય જીવન અને પર્યાવરણની જાળવણીને વેગ આપતાં મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (એમએસબીડબ્લ્યુએલ)એ 18 નવાં સંરક્ષણ અનામત સ્થાનોને મંજૂરી આપી હતી અને વધુ સાત માટે સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી હતી.
આ સાથે રાજ્યમાં આવા વિસ્તારોની કુલ સંખ્યા પર થઈ જશે. અગાઉ આ સંખ્યા 27ની હતી. હવે આવાં સંરક્ષણ અનામત સ્થાનોનો કુલ વિસ્તાર 13,000 ચોરસ કિલોમીટરનો થઈ જશે. બુધવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના અધ્યક્ષપદ હેઠળ બોર્ડની બેઠક યોજાઈ હતી.
આ સંરક્ષણ અનામત સ્થળો પુણે, થાણે, રાયગઢ, નંદુરબાર, નાસિક, પાલઘર, સાંગલી અને ચંદ્રપુર જિલ્લાઓના સમૃદ્ધ એવા વન્યજીવનને આવરી લેશે. પ્રાણીઓની પ્રજાતિઓ અને વનસ્પતિઓના સંવર્ધન માટે આવાં સંરક્ષણ સ્થાનો આરક્ષિત કરવામાં આવે છે.
એમએસબીડબ્લ્યુએલએ સાત કન્ઝર્વેશન રિઝર્વસ (સંરક્ષણ આરક્ષિત ક્ષેત્રો) માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સાત રિઝર્વસના નામ આ પ્રમાણે છે : નાસિકમાં સપ્તશ્રૃંગીગઢ, થાણેના ભૈરવગઢમાં મોરોસીયા, ધારેશ્વર, ત્રિકુટેશ્વર, કન્નાડ અને ઔઆરંગાબાદમાં પેડકગઢ તથા નાંદેડમાં કિનવતનો સમાવેશ થાય છે. આખરી મંજૂરી બોર્ડની આગામી બેઠકમાં આપવામાં આવશે.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust