મેક્સિકોના બારમાં ગોળીબાર : 10નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 22 : મેક્સિકોના એક બારમાં ગુરુવારે ઘાતક ગોળીબારમાં 10 લોકોનાં મોત થઈ ગયાં હતાં. હુમલાખોરે બારમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરવા માંડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં લોકોને ચીસો પાડતા અને દોડતા જોઈ શકાય છે. જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. બારની આસપાસનો વિસ્તાર સીલ કરીને લોકોની પૂછપરછ કરાઈ હતી. બદલાની ભાવના સાથે હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. મેક્સિકોના સલાયા શહેરમાં મે મહિનામાં આવી જ ઘટના બની હતી. એક હોટલ અને બે બારમાં ગોળીબાર કરાતા 10 મોત થયાં હતાં, તો માર્ચમાં આવા હુમલામાં 19 મોત થયાં હતાં.
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust