યુએનએસસી ભારતને સ્થાયી સભ્યપદથી વિશ્વને ફાયદો : જયશંકર

ન્યુયોર્ક, તા. 22 : વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું છે કે ભારતનું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય ન હોવું માત્ર ભારત માટે જ નહી પણ વિશ્વ સમૂદાય માટે પણ યોગ્ય નથી અને તેમાં સુધારો ઘણા સમય પહેલા જ કરવાની જરૂર હતી. જયશંકરને સવાલ કરવામાં આવ્યો હતો કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય બનવામાં કેટલો સમય લાગશે? તેના ઉપર કહેવામાં આવ્યું હતું કે ભારતને સ્થાયી સભ્યપદ અપાવવા માટે કામ ચાલી રહ્યું છે. 
Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust