ઇમરાને ફરી મોદીની પ્રશંસા કરી

ઇમરાને ફરી મોદીની પ્રશંસા કરી
શાહબાઝની વિદેશોમાં અબજોની સંપત્તિ, મોદીની નથી
ઇસ્લામાબાદ, તા. 22 : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને વધુ એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
એક ભાષણમાં ખાને કહ્યું કે, દેશની બહાર મોદીની કોઇ સંપત્તિ નથી, પરંતુ આપણા પાકના નેતાઓ બીજા દેશોમાં કરોડોની સંપત્તિ ધરાવે છે.
પોતાના દેશના વડાપ્રધાન શાહબાઝ શરીફ પર પ્રહાર કરતાં ઇમરાને કહ્યું કે, શરીફની વિદેશોમાં અબજો રૂપિયાની મિલકત સાથે કરોડોના કારોબાર છે. ભારત કવાડનું સભ્ય છે, છતાં કોઇના દબાણમાં નથી આવતું. અમેરિકાના પ્રતિબંધો છતાં રશિયા પાસેથી તેલ, ગેસની ખરીદી કરી રહ્યું છે, તેવું ખાને જણાવ્યું હતું.

Published on: Fri, 23 Sep 2022

© 2022 Saurashtra Trust