અંબાજી ધામમાં વડા પ્રધાન સાથે આરતી કરી લાલિત્ય મુન્શાએ

અંબાજી ધામમાં વડા પ્રધાન સાથે આરતી કરી લાલિત્ય મુન્શાએ
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૉલો ગાયક તરીકે જાણીતાં લાલિત્ય મુન્શાએ અંબાજીધામમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે માતાજીની આરતી કરી હતી. આના આગલે દિવસે તેઓ ઉમિયાધામના નવરાત્રિ ઉત્સવની ઉજવણીમાં સામેલ થયાં હતાં. `વાઈબ્રન્ટ નવરાત્રિ'માં ભાગ લેનારાં લાલિત્યએ બસ્સોથી અધિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૉ કર્યા છે. તેમના પચીસ કરતાં વધુ આલ્બમ છે અને સાત ફિલ્મમાં પણ ગીત ગાયાં છે. તેમના લોકસંગીત, રાસ-ગરબા, ગઝલ, સૂફી ગીત, ભક્તિગીતો, હાલરડાં અને બાળગીતોના આલ્બમ લોકપ્રિય થયા છે. રે એન રાગા સ્ટુડિયો તથા રેડ રીબન મ્યુઝિક કંપનીના સ્થાપક લાલિત્યએ  ગુજરાતના નવોદિત કલાકારોના 300થી વધુ આલ્બમને રીલિઝ કે પ્રમોટ કર્યા છે. 
હાલમાં નવરાત્રિમાં લાલિત્યના રાસગરબાના આલ્બમ એ હાલો, ઢેલીડાંના ઢોલ ધૂમ મચાવી રહ્યા છે. તે પહેલી ઓક્ટોબરે મુંબઈમાં સોમૈયા વિદ્યાવિહાર, બીજી અૉક્ટોબરે અમદાવાદમાં બસંત બહાર અને ચોથી અૉક્ટોબરે સંકેત-2માં લાઈવ ગરબામાં પરફોર્મ કરશે.  
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust