વંદે ભારત એક્સ્પ્રેસ માત્ર સાડા પાંચ કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચાડશે

મુંબઈ, તા. 30 : આજથી એટલે કે 30 સપ્ટેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડનારી વંદે ભારત એક્સ્પ્રેસ બંને રાજ્યોની આ રાજધાનીઓ વચ્ચેનું અંતર 6 કલાક 20 મિનિટમાં અને મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર 5 કલાક અને 35 મિનિટમાં પૂરું કરશે.
હાલ આ બંને સ્ટેશનો વચ્ચે જે ટ્રેનો દોડી રહી છે તેના કરતાં વંદે ભારત એકસ્પ્રેસ ટ્રેન એક કલાક વહેલી પહોંચાડશે.
શતાબ્દી ટ્રેનને મુંબઈથી અમદાવાદ પહોંચતા 6 કલાક 25 મિનિટનો સમય લાગે છે જ્યારે તેજસ એક્સ્પ્રેસને પણ 6 કલાક 20 મિનિટનો સમય લાગે છે.
વંદે ભારતનું ચૅરકાર એસીનું ભાડું રૂપિયા 1385 જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 2505 રૂપિયા રહેશે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust