ભાયખલા રાણીબાગ દશેરાના દિવસે ખૂલ્લું રહેશે

મુંબઈ, તા. 30 : વીરમાતા જીજાબાઇ ભોસંલે ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલયને વિજયાદશમી એટલે કે દશેરાની જાહેર રજાએ ખૂલ્લું રાખવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. આ ઉદ્યાન બુધવારે પાંચમી ઓકટોબરે નાગરિકો માટે ખૂલ્લું રાખવામાં આવશે. ઉદ્યાનની સાપ્તાહિક રજા બુધવાર હોય છે, પરંતુ દશેરા આ વખતે બુધવારે આવતા તે જનતા માટે ખૂલ્લુ મૂકાશે. બુધવારે ચાલુ રાખીને ગુરુવારે ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે એમ પાલિકાએ જણાવ્યું હતું. 
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust