નૅચરલ ગૅસના ભાવમાં 40 ટકાનો વિક્રમી વધારો

નવી દિલ્હી, તા. 30 : કેન્દ્ર સરકારે શુક્રવારે રાત્રે નૅચરલ ગૅસના ભાવમાં 40 ટકાનો વિક્રમી વધારો કરતાં વીજળી, ખાતર અને ઓટોમોબાઈલમાં ઈંધણ તરીકે વપરાતા સીએનજીના ભાવમાં આકરો વધારો થશે. ઓઈલ મંત્રાલયના આદેશ બાદ નૅચરલ ગૅસના પ્રતિ દસ લાખ બ્રિટિશ થર્મલ યુનિટનો ભાવ 6.1 યુએસ ડૉલરથી વધારીને 8.57 યુએસ ડૉલર કરવામાં આવતાં આ વધારો થયો છે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust